પોસ્ટ્સ

Triumphant Trio: Modi, Dobhal, and Dr. Jaishankar Leading India's Diplomatic Renaissance

On one hand, the opening of a temple in an Arab country; on the other, the release of eight Indians from Qatar. In the news of sheer joy, many people remembered that Kulbhushan Yadav had not yet been spared. There is nothing wrong in remembering, but those people never recall Rabindra Kaushik, whom Indiraji bestowed with the title of Tiger. No one recalls that he was immortalized by Salman and Salim Khan through films made on him, but when Rabindra Kaushik's identity was revealed, the government turned a blind eye. People have also forgotten that we spared 93,000 Pakistani soldiers but completely disregarded 75 prisoners of war. Even today, no one remembers them. Currently, we cannot discern the government's policy for the repatriation of the eight Indians. When PM Modi engaged in talks in Dubai with Sheikh Al Thani, the Emir of Qatar, there was hope in everyone's mind for a positive outcome. The death sentence was commuted to life imprisonment, and today those individuals

नींद निशानी मौत की, उठ कबीरा जाग,और रसायन छाँड़िके, नाम रसायन लाग

એક તરફ આરબ દેશમાં મંદિરનું ઉદઘાટન બીજી તરફ કતારથી આઠ ભારતીયનો છુટકારો. આનંદના સમાચારમાં ઘણા લોકોને કુલભૂષણ યાદવનો છૂટકારો નથી થયો તે યાદ આવ્યું . યાદ આવ્યું એમાં કશું ખોટું નથી પણ એ લોકો રવીન્દ્ર કૌશિકને કદી યાદ નથી કરતા, જેને ઈન્દિરાજીએ ટાઇગરનો ખિતાબ આપેલો . સલમાન ને સલીમ ખાને તેની પર ફિલ્મો બનાવી ટંકશાળ પાડી પણ રવીન્દ્ર કૌશિકની આઇડેન્ટિટી ખુલ્લી પડી ત્યારે સરકારે હાથ ઊંચા કરી દીધા હતા એ કોઈ યાદ કરતું નથી.  લોકો એ પણ ભૂલી ગયા છે કે પાકિસ્તાનના 93000 સૈનિકો આપણે બક્ષી દીધા હતા પણ સામે 75 યુદ્ધકેદીઓને આપણે સાવ ભૂલી જ ગયેલા. આજે પણ કોઈને યાદ નથી આવતું . અત્યારે આઠ ભારતીયની ઘરવાપસી માટે સરકારની સમ, દામ, દંડ ભેદ નીતિ જોઈ શકતા નથી.  જ્યારે દુબઈમાં મોદીએ દુબઈમાં  કતારના અમીર શેખ અલ થાની જોડે જે મંત્રણા કરી હતી ત્યારે સહુના મનમાં આશા હતી કે પોઝિટિવ પરિણામ આવશે. ફાંસીની સજા ઉમર કેદમાં પરિણમી ને આજે એ લોકો ઘરે સહીસલામત આવી ગયા છે.  બાકી હતું એમ 2028માં પૂરો થતો LNG નો કરાર રીન્યુ કર્યો તે પણ 6 બિલિયન ડોલર કમ કરીને . અને કોઈ કસર રહી જતી હોય તેમ વધુ, પોતે  કાંડા આમળવાનું છોડીને CIA ને કામ સોંપ્યુ

આવરણ: ખુલ્લી આંખે અંધારપટ

છબી
ગુજરાતી સાહિત્ય રસિકોમાં દક્ષિણ ભારતીય સાહિત્ય વિશે ખાસ જાગૃતિ નથી. જ્યારે ગૂગલ સર્ચ કરી ત્યારે ઍક નામ મળ્યું  લેખક ડૉ. સંતેશિવારા લિંગાનૈયા ભૈરપ્પા. જેમને લોકો ડૉ.એસ.એલ.ભૈરપ્પા તરીકે ઓળખે છે, ભૈરપ્પાજી કન્નડ ભાષામાં લખે છે ઉપરાંત હિન્દીમાં પણ લોકપ્રિય નવલકથાઓ આપી છે. પરંતુ,  મોટાભાગના પુસ્તકો ઈતર ભાષામાં પ્રકાશિત થયા છે. તેમના ઘણાં પુસ્તકો અને મળેલાં સન્માન એક બ્લોગમાં સમાવવા એટલે શક્ય નથી કારણકે તેની યાદી લગભગ છ કે સાત પાનાં ભરીને છે. તેમની સૌથી ચર્ચાસ્પદ રહેલ નવલકથા છે આવરણ.  આ પુસ્તકમાં શું છે? શા માટે વાંચવું જોઈએ?   આવરણ મૂળ કન્નડમાં છે , જે વિવિધ ભાષામાં અનુવાદ થઇ છે. ગૂગલ એવી માહિતી આપે છે કે વિવિધ ભાષામાં તેની 38 જેટલી આવૃત્તિ પાંચ વર્ષમાં થઇ ચૂકી હતી.   નવલકથાની શરૂઆત તુંગભદ્રા બંધના સરકારી અતિથિગૃહના ઉપરના માળની બારીમાંથી બહાર જોઈ રહેલી રઝિયાથી થાય છે. તે અસ્વસ્થ છે.  શું છે તેની અસ્વસ્થતાનું કારણ ?  આ વર્ણનથી શરુ  થાય છે નવલકથા .  લગ્ન 28 વર્ષ થઇ ચુક્યા છે. દંપતી પ્રૌઢવસ્થામાં પ્રવેશી રહ્યું છે. પતિ આમિર ફિલ્મમેકર્સ છે. ડોક્યુમેન્ટરી ફિલ્મ બનાવે છે. જેમાં રિસર્ચ

લેખક તરીકે પ્રયાસ આત્માની બારી ઉઘાડી આપવાનો છે : મુરાકામી

છબી
 જ્યારે ચંદ્રકાંતા નામની ઐતિહાસિક સિરિયલ રજૂ થવાની હતી જ્યારે  એવું ક્યાંક વાંચવામાં આવેલું કે દેવકીનંદન ખત્રી દ્વારા 1888માં લખાયેલી નવલકથા ચંદ્રકાંતા ખરીદવા માટે લોકો રાત્રે પણ  દુકાન સામે કતાર લગાવતા હતા. આ વાત કેટલી સાચી ને કેટલી પબ્લિસિટી સ્ટંટ ભગવાન જાણે પણ જે કે રોલિંગની હેરી પોટર ને બાદ કરતાં કોઈ પુસ્તક માટે આવી ચાહત જોઈ નહોતી.  આ ઉન્માદ જોવા મળ્યો 2020માં . કોરોના લોકડાઉન પછી જાપાની લેખક હાકિરો મુરાકામીના પુસ્તક માટે એવો ઉત્સાહ જોવા મળ્યો. જેની નોંધ વિશ્વના મીડિયાએ લેવી પડી.  જ્યારે કિતાબકથાની શરૂઆતી બેઠકમાં નોબેલ પુરસ્કાર વિજેતા લેખક ગેબ્રિઅલ ગાર્સિયા માર્કિસને વાંચ્યા હતા ત્યારે થયેલી ચર્ચામાં અતિપ્રસિદ્ધ એવા આ જાપાની લેખક હાકીરો મુરાકામી વિશે પણ વાત થઇ હતી.  મેજીકલ રિયાલિઝમ માટે જાણીતા ગેબ્રિએલ ગાર્સિયાની જેમ મુરાકામી પણ એટલા જ જાણીતા અને ચાહીતા છે.    પુસ્તકના નામ હતા એક, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને બીજું હતું Abandoning a Cat: Memories of my Father. આ બે પુસ્તકો માટે લાગેલી કતારના પ્રસિદ્ધ થયેલા ફોટોગ્રાફ્સ કોઈ પણ પુસ્તકપ્રેમીનાં મનમાં કુતુહલ ન જગાવે તો જ નવાઈ.

नष्टो मोहः

છબી
   વાત તો એકદમ સહજ હતી. સોશિયલ મીડિયા શું આવ્યું બાળપણની ગુમાઈ ગયેલી સખીઓ ફરી જીવંત થઇ ઉઠી. છેલ્લે મળવાનું થયેલું શેફાલીના લગ્નમાં. એ સૌથી છેલ્લે પરણેલી. ત્યાં સુધીમાં અલકા ,અમીતા , ઝંખના , તારિણી ,રૂબી , મમતા , પૂર્વી સહુ કોઈ પરણીને પોતાના સંસારમાં વ્યસ્ત થઇ ગયા હતા. શેફાલીના લગ્નમાં સહુએ આવવાનું મન હતું પણ , પણ કોઈને ત્યાં દિયરના લગ્ન હતા કોઈને ત્યાં નણંદ ડિલિવરી માટે આવી હતી એટલે મળવાનો આનંદ અધૂરો રહી ગયો હતો પણ હવે જઈને કોઈ  યોગ બન્યો હતો.  શેફાલી તો લગ્ન કરીને યુએસ ગઈ હતી. સહુ કોઈ લગ્નગાળામાં ક્યારેય મળી પણ જાય પણ શેફાલી ? એ ઇન્ડિયા આવતી જ નહોતી એવો પણ પ્રશ્ન થાય. ફેસબુકમાં સહુને શોધ્યા પછી અમૃતાએ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવી દીધું . જે રોજ કલબલાટથી ભરાઈ જતું.  એ દિવસો યાદ આવતા જયારે ક્લાસમાં આવો શોર મચાવ્યો હોય ત્યારે મિસ મેકવાન સહુને ઠપકો આપીને ચૂપ કરતા. પણ. આ કલબલાટ ઝાઝો ના ટક્યો. તે વખતે આ બધી મુગ્ધા હતી . હવે એ પ્રગલ્ભ પ્રૌઢાઓ. જેને માથે હતી કુટુંબની જવાબદારી , સ્વાસ્થ્યની સમસ્યા ને બાકી હોય તેમ પોતાના સોશિયલ સર્કલ અને બાકી હોય તેમ ઓટીટી પર આવતું મનોરંજન.  થોડાં દિવસ

આપણે કોણ ?

છબી
આજકાલ પૌરાણિક , ઐતિહાસિક સિરિયલોનો યુગ શરુ રહયો છે. સાસ બહુના ઝગડા દાયકા સુધી સહન કાર્ય પછી ઇતિહાસ જોવામાં રુચિ થઇ ત્યાં તો ઇતિહાસમાં તોડમરોડ શરુ થઇ ગઈ. પોએટિક લિબર્ટીને નામે   . હવે એ વાત હજારો વર્ષ પહેલાના ઇતિહાસનું રૂપ લઈને સામે આવી છે. જોવાની  ખૂબી એ રહેશે આ વિષે આપણી પાસે ક્રોસ ચેક કરવા , આપણી કુતુહલતા સંતોષવા માટે પણ સાચા સંદર્ભ ગ્રંથ નથી. એક જમાનો હતો જયારે એમ કહેવાતું કે હિન્દી ફિલ્મોમાં હિરોઈન મોકલવાનો ઈજારો સાઉથનો છે ને હીરો , હીરો તો પંજાબ કે ઉત્તર ભારતથી જ હોય. પૃથ્વી રાજ કપૂર ,રાજ કપૂર, દેવ આનંદ , દિલીપ કુમાર, રાજેન્દ્ર કુમાર  થી શરૂ કરીને રાજેશ ખન્ના , વિનોદ ખન્ના , શશી રિશી જે બોર્ન  એન્ડ બ્રોટ અપ ભલે મુંબઈમાં થયા હોય પણ મૂળ ઉત્તરભારતના, ત્યાંથી લઈને  શાહરુખ , સલમાન ,અક્ષય  .... યાદી બહુ લાંબી છે. હા, કોઈક અપવાદ હોય શકે જેમ કે મહાનાયક અમિતાભ બચ્ચન કોલકોત્તા, આમિર ખાન મુંબઈ ચા પોરગા  પણ મૂળ તાપસો તો પછી નવી ચર્ચાને સ્થાન મળે. આ વાત અકારણે જ ધ્યાનમાં આવી. થોડા દિવસ પહેલા change,org  foundation પર થયેલી એક અપીલને કારણે. સામાન્યરીતે આ માધ્યમનો ઉપયોગ   બળકટ મુદ્

Come September....

છબી
Come September....  The festive season is near and all of us look forward to setting our wardrobe. Be it for Ganesh, Navratri, Diwali and followed by the wedding season. Shopping doesn't need any reason or excuse. We go shopping even if we are in a good mood. Even if depressed, the easiest way to buy happiness is getting home new clothes. The cycle keeps on going. It gives a boost to the fashion industry, work force, economy... year after year, decade after decade. Every season, sales come with big lucrative offers. But do we wonder where these leftover, unsold clothes go ? If you try to find out you will be shocked with the answer.  As per one official record published on a newspaper 's site at least 39,000 tons of discarded fast fashion is being left in rubbish dumps in Chile’s Atacama, the driest desert in the world. Every year, around 59,000 tons of secondhand and unsold clothing, often from China or Bangladesh, reaches Chile after passin