તર હલવા : શાહી 🌹ની 🌐 ઓળખ

                      પસંદ અકબરની , નામશેષ થતાં બચાવી  છે ગૂગલે 

એવી વાનગી જે પાંચસો વર્ષ પહેલા ગુમાઈ જવાની અણી પાર હતી , કોને એને નવજીવન આપ્યું રામ જાણે પણ હવે એ ફૂલ સ્વિંગમાં નાની મોટી કાફે , બજાર ને ફાઈવ સ્ટાર હોટેલમાં મળતી થઇ ગઈ છે.



તર હલવા કદીય આવી મિઠાઇ ચાખી છે ? ચાખવાની વાત તો બાજુ પર પણ નામ પણ સાંભળ્યું છે ? કદાચ આપણા ગુલાબપાકનો વિદેશી કઝીન પણ અમે તો આ નામ સાંભળ્યું નહોતું  . જ્યાં સુધી અકબર વિષે , ઉઝબેકિસ્તાન વિષે ખાસ માહિતી નહોતી ત્યાં સુધી ખબર નહોતી કે આ મિઠાઈ શહેનશાહ અકબરની ફેવરિટ મિઠાઈઓમાંથી એક હતી. 
જોવાની ખૂબી એ છે કે અત્યારે આપણે જેમ વિસરાતા જતાં મૂલ્યો, ભાષા , પરંપરા અને વાનગીઓ માટે ઉપરતળે થઈએ છીએ પણ કશુંય નક્કર નથી કરી શકતા , એ જ પરિસ્થિતિ આજથી સાડા પાંચ સૈકા  પૂર્વે અકબરના સમયે પણ હતી. શહેનશાહને આટલી બધી ભાવતી વાનગી એમના એક પણ ખાનસમાને આવડતી નહોતી , કદાચ મુખ્ય કારણ એ હતું કે એ સમયે ગૂગલ નહોતું  :)


તર હલવા વાનગી છે પર્શિયનોની. જે ચાખવાનો મોકો મળ્યો ઉઝબેકિસ્તાનની ટુર વખતે , અલબત્ત એના આ ગૌરવભર્યા ઇતિહાસથી કોઈ માહિતગાર નથી. ઉઝબેકી લોકો માટે દર વસંત માટે આવતો સ્પેશિયલ આ તરહલવા એને   ગુલાબહલવો , જેની મૂળ રીત તો ખોવાઈ ગઈ છે પણ મળે ખરો.

તર હલવો ઉઝબેક , પર્શિયન માટે વર્ષમાં એક, બે કે પાંચવાર માણવાની ચીજ છે એટલે કદાચ આટલું માનપાન પામે બાકી આપણે ત્યાં તો વર્ષભર દેશી ,સુગંધી ગુલાબ ઉગે.ચાહો તો રોજ બનાવી શકાય .

તર હલવા :સામગ્રી : 1 કપ ચોખાનો લોટ
1 કપ ઘી
1 કપ દેશી ગુલાબની પાંદડી (ન મળે તો ગુલાબજળ )
10 કેસર પાંદડી (દૂધમાં પલાળીને રંગ સુગંધ તપાસી લેવા)
1/2 કપ પાણી
 1/2 ખાંડ
સુશોભન માટે હાથ લાગે તે તમામ સૂકો મેવો બદામ, પિસ્તા, અખરોટ, સુકાયેલાં ગુલાબની પાંખડી , કિશમિશ ....

રીત
નાના પેનમાં પાણી ઉકલે એટલે ખાંડ અને ગુલાબ પાંખડી નાખી ધીમી આંચ પાર મૂકી રાખો।બીજા વાસણમાં માધ્યમ આંચ પાર ઘી ગરમ કરી એમાં ચોખાનો લોટ ઉમેરી શિરો કરીએ એમ હલાવો। લોટ શેકાય, સોનેરી બદામી રંગ પકડે નીચે ઉતારી ખાંડ અને ગુલાબવાળું મિશ્રણ એમાં રેડો. શીરાની જેમ જ હલવો બને છે.એને એક ડેકોરેટિવ બોલમાં કાઢી , થાપી ગોળપાપડી કે રવા  શીરાની ની જેમ ઠરવા દેવું રહ્યું  , એ પછી ડિઝાઈનરની કમાલ  . 

મહેંદી આર્ટિસ્ટની જેમ  ચમચી કે કાંટાથી ડિઝાઇન સુશોભન માટે હાથ લાગે તે તમામ સૂકો મેવો, બદામ, પિસ્તા, અખરોટ, સુકાયેલાં ગુલાબની પાંખડી , કિશમિશ ....કરી શકાય છે. સૌથી મોટું સુશોભન ગુલાબની પાંખડીઓથી જ હોય છે. કેક પર આઈસિંગનો ચાલ કદાચ અહીંથી શરુ થયો હોય તો પણ નવાઈ નહીં  .




ગુજરાતીમાં ગુલાબ હલવો એ પર્શિયનોનો તર હલવા. એવું મને લાગ્યું પણ એક વાત જરા જુદી લાગી . તર હલવા શીરાની જેમ ઘીથી તરબતર નથી બલ્કે ગુલાબપાકની પાક જેમ મઘમઘે છે. ઉપર થયેલું ડેકોરેશન ગૃહિણીની સૂઝબૂઝ કે શેફની કારીગીરી દર્શાવે છે.

તો ટ્રાય કરી જુઓ. ખરેખર જલસો પડે તો હલવો (ફીડબેક) સેન્ડ કારવાનું ભૂલતા નહીં  .

ફરી ક્યારેક મિજલસમાં વાત કરીશું ઉઝબેકિસ્તાનની ખુબ જાણીતી માશા કીચરી, નોન (નાન) અને અન્ય બેમિસાલ છતાં ક્યારેય ન લાઇમ લાઇટમાં ન આવેલી આવી વાનગીઓની , અને હા , એક ખાસ મિજલસ સમાસાની  .....
આજની આ પેશકશ તર હલવા પાછળનું એક ખાસ કારણ છે જન્મદિન , સૂર્યપુત્રી લેખાતી નદી તાપીની તિથિ મનાય છે. તાપીનું પૂજન પૂજા અર્ચનથી જ કરવું જરૂરી થોડું છે , મીઠાશ વહેંચીને પણ કરી શકાય ને !!

આજે અહીં આ સ્પેશિયલ હલવાની મિજલસ સ્પેશિયલ કારણે કરી પણ આ તો જલસાઘર છે. વાત ચાંદસિતારાથી લઈ ચોરબઝારની પણ થતી રહેશે  .

See U Soon 















ટિપ્પણીઓ

ટિપ્પણી પોસ્ટ કરો

આ બ્લૉગ પરની લોકપ્રિય પોસ્ટ્સ

મન્નુ ભંડારીનું ભાવજગત

Climate Apocalypse

Taj Triology : The Twentieth Wife by #InduSundersen